આધારસ્તંભ
મધ્યાને સૂર્ય તપી રહ્યો હતો, ત્યારે જ ઈશ્વરે , ભરયુવાનીમાં લાડકવાયાનાં શ્વાસ પર પૂર્ણવિરામ મૂકી દીધું, ને ઘરમાં મૃત્યુની કાલીમા ફેલાવી અંધકાર સર્જી દીધો.યુવાન પત્ની અને વૃધ્ધ માવતર હત્ ભ્રત.કોણ કોને આશ્વાસન આપે? પત્ની એ આ કારમો ઘા ભીતરે ભંડારી સગાં સંબંધીઓને જાણ કરી.વૃધ્ધ સાસુ-સસરાને શાંત કરવાનો પ્રયત્ન કરતાં આશ્વાસન આપતાં કહ્યું, મમ્મી-પપ્પા હું આજથી આપનો દિકરો બનીને આધાર બનીશ.આ ઘર છોડીને ક્યાંય ન જઈશ.સમય જતાં વહુને બીજા લગ્ન કરવા સમજાવી પરંતુ વહુ એકની બે ન જ થઈ.સાસુ-સસરાનો આધાર બની રહી.સાસુ-સસરા બોલી ઉઠ્યા, દિકરા ની અંતિમ વિદાય ટાણે વહુએ આશ્વાસન આપેલું ત્યારે અમને વિશ્વાસ નહોતો, પરંતુ વહુ એ આપેલું વચન સાર્થક કરી, અમારાં ઘડપણનો આધારસ્તંભ બની અમારી આંતરડી ઠારી.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બીલીમોરા.