આ જિંદગીમાં મનગમતું શમણું અમારું,
મનના કેનવાસએ દોર્યુ છે ચિત્ર તમારું..
આંખોમાં રમતું એક ખ્વાબ અમારું,
આ હૃદયે ધબકતું છે નામ તમારું..
મૃગજળ પાછળ દોડ્યું મન અમારું,
ઝાંઝવાના નીરે નીરખ્યું છે મન તમારું..
વહાલું અમને રહ્યું સન્માન અમારું,
માટે તોડવું પડ્યું આ ગુમાન તમારું..
વિશ્વાસ ન હોય ચકાસી લેજો દિલ તમારું,
વસ્યું હતું ફક્ત જેમાં નામ તમારું...
#તમારું
દર્શના રાધે રાધે