#યુદ્ધ
યુદ્ધ બે પ્રકારના હોય છે : એક ' ધર્મયુદ્ધ ' બીજું 'મનોયુદ્ધ '
મનમાં ચાલતું યુદ્ધ માણસને માનસિક રીતે પાંગળો કરી નાખે
છે,
જ્યારે ધર્મયુદ્ધ ધરતી પર ચાલતા અત્યાચારને રોકવા માટે
ધર્મની રક્ષા કાજે હોય છે .
ધર્મ એ વ્યક્તિની નિષ્ઠાનું , શ્રદ્ધાનું , વિશ્વાસનું પ્રતીક છે.
કોઈની માન મર્યાદાને ઠેસ પહોંચાડે એ ધર્મ નથી
માણસને માણસ બનાવે એ જ સાચો ધર્મ છે.
ધર્મ એવું નથી શીખવતો કે તમે કોઈ વ્યક્તિને સમાજથી
બહિષ્કૃત કરો , એવી વ્યક્તિ ધર્મનો અંચળો પહેરીને
આડંબર જ કરે છે.
હું ધાર્મિક છું એવું કહેવું સહેલું છે નિભાવવું અતિ મુશ્કેલ
છે.
ઠાકોર રણજીતસિંહ . કે ઉર્ફે " કેશવ "
ઈમેલ આઈડી : ranjitthakor3077@gmail.com
( mo ) 9898688457