ભરુચ શહેરની એક હોસ્પીટલમાં ઇરફાન નામનો વ્યકતિ ત્યાની એમ્બુલન્સ ચલાવે છે તે પોતે જાતીએ મુસ્લીમ છે પણ આજ કોરોના કાળમાં તે જે કાર્યો કરેછે તે ખરેખર શાબાશી આપવાને લાયક હોયછે!
વાત જાણે એમ છે કે આ હોસ્પિટલમાં જે કોઇ વ્યક્તિનું કોરોનાથી મરણ થાયછે તેમની ખભે અર્થિથી લઇને સ્મશાને અગ્ની દાહ આપવા સુધીના દરેક કામ આ મુસ્લીમ ઇરફાન કરતો હોયછે અરે માણસ બળી ગયા પછી પણ તેના રહેલા ફુલો પણ આ પોતે જ તેના પરિવારના ઘરે પહોંચાડે છે ને જો કોઇ પરિવાર તે ફુલો લેવાની ના પાડે તો તે સ્વયંમ નર્મદા નદીએ જઇને પાણીમાં પધરાવી દેતો હોયછે!
વિચારો જેને હિન્દુ જાતી સાથે કોઇ સંબંધ નથી છતાંય તે એક માણસાઈની રીતે પોતાની આ બધી ફરજ બજાવે છે ભલે બંને માણસોના ધર્મો અલગ છે પણ પહેલા આપણે માણસ છીએ તે સમજીને દરેક કામ કરવા આગળ હોયછે આજ તેને તેના આવા કામો જોઇને લોકો તેના ફોન ઉપર ધન્યવાદ આપી રહ્યા છે આ બધુ સાંભળીને તે વધુ ખુશ થતો હોયછે ને કહેતો હોયછે કે આ મારો એક માણસ તરીકેનો ધર્મ છે હું જે કંઇ પણ કરી રહયો છું તે મારા મનથી ને મારી ઇચ્છાથી કરી રહ્યો છું માટે સૈએ આવા કામ કરવા આગળ આવવું જોઈએ ને આપણે પહેલા એક માણસ છીએ તે સમજીને ધર્મ ને કર્મ બંન્ને સાથે કરવા જોઈએ.
શાબાશ ઇરફાનભાઇ શાબાશ 🙏