કંકુવર્ણો સૂરજ આથમી ને ફરી ઉગે છે એમ સ્ત્રી વિધવા થાય છે પણ એના કંકુવર્ણા ઓરતા વિધવા નથી થતા અને ઓરતા કદાચ મૃતપ્રાય થઈ જાય પણ એની જિંદગી પુરી નથી થતી.
ખુશીની વાત એ છે કે સમાજના સહ્દય સ્ત્રી -પુરુષો આવું સમજતા થયા છે.એવા લોકો વિધવા સ્ત્રી ને એનું વિધવાપણું ભૂલાવી દેવામાં ડગલે પગલે મદદરૂપ થાય છે,એના આત્મીય બની ને.
-- વર્ષા શાહ
#વિધવા