દહેજ
નમસ્તે પ્રણામ
મારા વડીલો બહેનો ભાઈઓ આજે આ દુનિયા માં લોકો જ્યારે દીકરી નાં લગ્ન કરે એક બાપ બિચારો ગરીબ હોય ને સામે થી તેડું આવે દહેજ નું જો નાં આપો તો દીકરી આખી જિંદગી ત્રાસ સહન કરે છે ગરીબ હોય કે અમીર દહેજ પર પ્રતિબંધ મૂકવો જોઈએ
આજે આ દુનિયા માં ગણી દીકરી ઓ દહેજ ની વાત સાંભળી અને સાસરી નાં ત્રાસ થી કંટાળી આત્મહત્યા કરે છે ને પોતાના સપના સાથે લઈ મરે છે પોતાના માં બાપ ને પણ નથી મળી શકતી તો શક્ય હોય તો દહેજ નાં માંગો કેમ કે કેટલાયે લોકો ની દીકરી ઓ એ આમાં પોતાનાં જીવ ગુમાવ્યા છે જો સાશું દીકરી ગણે અને દીકરી માં ગણે સાશુ ને તો આ દુનિયા માં નવી સુગંધ ભરી જાય માટે દોસ્તો એક વાત તો સત્ય છે કે તમે પોતે વિચારો કે તમારી પણ પોતાની બેન દીકરી છે તો. એ પણ કોઈ ની તો બેન દીકરી છે ને દરેક સાસરે જનાર દીકરી દહેજ નાં ત્રાસ થી નાં આત્મહત્યા કરે એવું વિચારી થાય એટલી મદદ કરો
ને સન્માન આપો બસ આગળ નથી લખતો તમે બધાજ સમજુ છો
કોઈ ની આત્મા ને ઠેશ લાગે તો માફ કરજો
સમાપ્ત