અગ્નિપરીક્ષા હજુ એક બાકી છે,
માટે જીવ નીકળવાનો બાકી છે.
હટી ગયો બોજ માથા પર થી ને,
હવે ખુલ્લું જ આસમાન બાકી છે.
કરું કબૂલ રહ્યો છું,તારો ગુન્હેગાર,
હજુ તારા દિલની જુબાની બાકી છે.
જાત સાથે ગઈ ઘસાઈ હસ્તરેખા,
હોઠોના સ્પર્શનો અહેસાસ બાકી છે.
હશે નહી હયાતી મારી તો શું થશે,
ભરી પડેલી આખી દુનિયા બાકી છે.
-વિજય રાવલ