કોણ સમજે...!?
મને તારું કેટલું વળગણ એ કોણ સમજે...!?
તુજ વિના વ્યાકુળ નયન,
ધબકાર ચુકેલ આ હૃદય,
સમયની એક એક ક્ષણ,
કે પછી આંસુથી ભીંજાયેલ આરસી..
મારુ તારું કેવું સગપણ એ કોણ સમજે...!?
ઓથ વિનાનું કોઈ તરણું,
લાગણી નું સાક્ષાત્ ઝરણું,
અનામી કોઈ વળગણ,
કે પછી બિનશરતીનો સ્નેહ-સંબંધ...
-ડૉ.સરિતા (માનસ)