કોઈ મનાવે એવી તો એ અઘરી માનતા રાખે,
એવું કરવાને રીસાય ને, ઘર આખાને માથે રાખે.
બતાવવા ઠાલી ઠાવકાઈ, ખુદને જ ભારમાં રાખે,
દેખાડવા ને ગુસ્સો,ફુગ્ગો ફુલાવ્યા જેવું મોઢું રાખે.
આદર્શની ઓળખે, ખિસ્સામાં હિટલરનો ફોટો રાખે,
છાશવારે બાંધે ગાંઠો પણ, એ ઢીલી બાંધવાનું રાખે.
વાત મનાવવા બુત્ઠું હઠનું હથિયાર હાથવગું રાખે,
છેતરી ખુદને ને કાયમ ખુદને જ એ બંધિયાર રાખે.
ત્રણ ડગલાની ઓરડીમાં’ય એક કોપભવન તો રાખે,
આવશે કોઈ મનાવવા જાણીને મોઢે મગ ભરી રાખે.
મન મોટું રાખી મનાવો તો,તેનાં હક્કનો ગુમાન રાખે,
ઘર સાથે ગામ બળી ને અંતે તો રાખ જ ફંફોસ્યે રાખે.
-વિજય રાવલ