પરસ્પર લાગણી બંધાઈ ગઈ,
બનેની સફર શરૂ થઇ ગઇ..!
બનેની ની દિશા ભલે અલગ હોય,
સાથે જીવવાની શરૂઆત થઈ ગઈ..!
એક રસ્તો એક મંજીલ સપના ભર્યા છે આંખોમાં,
એ સપનાની સાથે જન્મો જનમ ના સાથ ની વાત થઈ ગઈ..!
સુખ દુઃખ મા એક બીજા ને હૂફ ની વાત થઈ ગઈ,
ખુશીઓ કેરા સોગાત ની આપલે થઇ ગઈ..!
દૂર હોય કે નજદીક હોય પ્રેમ અકબંધ છે એ ખાતરી થઈ ગઈ,
"સ્વયમભુ" પરસ્પર લાગણી ના પાન મા બંધાઈ જવાની વાત થઈ ગઈ..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"