અત્યાગ્રહ સાવ આમ ઠાલો તું સતત ના કર.
મહામૂલા સુવર્ણસમયને આમ તું રજત ના કર.
રૂઝેલા ઘાવનાં દાગને હર વખત ખોતર્યાં ના કર,
સૌમ્ય સહજ વદનનાં હાવભાવ તું સખ્ત ના કર.
ઘસી છરી હસ્તરેખામાં, વિધાતાને ગલત ના કર,
રાખ બેદાગ ચરિત્ર,ચિત્રગુપ્તનાં ચોપડે દખલ ના કર
લલાટના પ્રેમ તિલકને,ભૂલથી ભૂસવાની રમત ના કર,
યમરાજનો પરાજય કરે એ "વિજય" ની મમત ના કર.
વિજય રાવલ.