જીવનની જીત ને જીવનની હાર, બને બાજુ જોવાની મઝા આવે, હાર ગમે જીત ગમે મને જીવનની આ રીત ગમે..!
ન ગમવું ન રમવું ન મારે ભમવું, જીવનની આ રીત અલગ છે, જીવનમાં તો ખૂબ અપેક્ષા આશા સાથે રમવું ભમવું ને બધાને ગમવું પડે..!
એકલા એકલા જીવવાની રીત ના ચાલે, એકલા એકલા રમવું ના ચાલે, સાથે એક સફર જોય, તો ભમવું ને રમવું ગમે..!
વાણી વિલાસ નિર્મળ જોય, બધે આપણું સગપણ જોય, કંઇક આપણા થી અલગ જોય, સંબધ બધા કોમળ જોય, રમત રમાડે એવા "સ્વયમભુ" વેહવાર ના જોય, બોલે બીજું કરે બીજું એવા રમતિયાળ ના જોય..! રમવું જમવું સાથે કોમળ ભાવ થી ( રમત:- શરીર ને હફાવે એ મનને હફાવે એ નહિ.)
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"