#અમસતી_વિચારધારા_Post_4
#નવરાત્રિ_દરમિયાન_કોરોના_સંક્રમણ_જો_ગુજરાતમાં
#ફેલાશે_તો_અમે_સારવાર_નહિ_કરીએ !
•ઊપરનું સ્ટેટમેન્ટ ડોક્ટરો દ્રારા ગુજરાતમાં નવરાત્રિ પ્રોગ્રામોના અનુસંધાનમાં આપવામાં આવ્યું છે.સૌથી પહેલાં ડોક્ટરોએ કોરોનામાં જે કામગીરી કરી તે વંદનીય છે.પરંતુ હાલ નવરાત્રિને લઈને સમાચારમાં આવા સ્ટેટમેન્ટ આપતાં ડોક્ટરો વંદનને લાયક છે ખરા?
•આ પોસ્ટ તેવા ડોક્ટરો માટે છે જેણે માનવસેવાની કોરોના પણ એક વિશાળ ધંધાનું સ્વરૂપ આપ્યું છે.
•જ્યારે કોઈ બિમારી કે રોગચાળો નિકળે ત્યારે આવા જ ડોક્ટરો લાખો રૂપિયાની દવાઓ વેચી પોતાનો ધંધો ધબકતો કરે છે તો જ્યારે કલાજગતની વાત આવે તો તેને કેમ ખરાબ દ્રષ્ટિ કે વાતોથી લજ્જિત કરવામાં આવે છે?
•કલાજગતમાં એક્ટર,ડાયરેક્ટર,પ્રોડ્યુસર,લેખકો,કેમેરામેન,લાઈટિંગ ટીમ,ફેશન સ્પેશ્યાલિસ્ટ ટીમો વગેરે ગાઢ રીતે જોડાઈને લોકોનું અલગ અલગ રીતે મનોરંજન પૂરું પાડે છે.
•હા હું માનું છું કે,કલાજગત પણ પૈસા માટે આ કરે છે,પરંતુ તે તેની રોઝી કહેવાય છે અને કોઈની રોઝી ઊપર આવી વાતો શોભા નથી દેતી.
•નવરાત્રિ,આ તહેવાર તમામ કલાકારો માટે એક દીવાળી સમાન હોય છે અને કોરોના કાળમાં આ લોકોએ જ ગુજરાતની જનતાને સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રીમાં મનોરંજન પૂરું પાડ્યું છે અને ડોક્ટરોએ આવા કપરા કાળમાં પણ બીમારીના નામે ધંધો માંડ્યો છે તો તે કેમ કહી શકે કે નવરાત્રિમાં જો સંક્રમણ ફેલાશે તો અમે સારવાર નહિ કરીએ?
•માન્યું કે કોરોના ગંભીર સ્થિતિ છે,પરંતુ બધા જાણે જ છે કે હવે આપણે કોરોના સાથે રહીને જ કામધંધા ચાલુ કરવા પડશે.તો હવે કલાજગત પણ તૈયાર જ છે જો બધા કામધંધાઓ ચાલુ થઈ શકે તો પછી નવરાત્રિમાં કામ કરતાં કલાકારોનું શું?
•માર્ચ મહિનાથી તે ક્ષેત્ર પણ બધાની સાથે ઘરે જ રહ્યું છે.તેવું પણ નથી કે કલાકારો સરકાર શ્રીના નિતિનિયમોના ઉલ્લંઘન કરીને પોતાની રોજગારી ચાલુ કરશે.તે તમામે તમામ નીતિ નિયમોનું પાલન કરવા માટે પણ તૈયાર જ છે.
•અને કલાજગતને આવી વાતોથી અપમાનિત કરતાં લોકોને એકવાર જોઈ લેવાની છૂટ છે કે બધા કોરોના વોરિયર્સ અને સરકારના બધા નિયમોનું પોતાની ભાષામાં પ્રચાર કરતું પહેલાં નંબરનું ક્ષેત્ર છે,જ્યારે આવુ એક ઉદાહરણ સામે છે ડોક્ટરોનું છે?
•કલાજગતે સમયે સમયે પોતાની કલાથી ડોક્ટરો,પોલીસ અને દેશને સન્માનિત કરીને આપણી સંસ્કૃતિ જાળવી બધાનું સન્માન કર્યું છે,તો જ્યારે આવા ક્ષત્ર ઊપર આવી મોટી ટીપ્પણી થાય તો તે કેમ સાખી લેવાય?
•આશા છે કે કલાકારોને તેના રોઝી સાધનથી રોજગારી મળશે,નહિતર હવે આમ જનતાની જેમ રોજગારીના અભાવે કલાજગતના તારલાઓ પણ આપઘાતના રસ્તે જશે.માટે આવા લોકોની રોજગારી ઊપર પ્રશ્ન ઉપાડ્યા વગર તેને સપોર્ટની જરૂર છે.
•હું એક સારા વિચારક અને લેખક તરીકે ગુજરાતના કલાકારોનું સમર્થન કરુ છું.
-જયરાજસિંહ ચાવડા