#એકરૂપ
આભ અને ધરતી ને એકરૂપ કરવા ઇન્દ્રધનુષ કેટલા બધા રંગ ની રંગોળી પુરે છે. પ્રભાત અને સંધ્યા પણ આભ અને ધરતી ને એકરૂપ કરવા છુટ્ટા હાથે રંગો વેરે છે. આવા ટાણે જે દ્રશ્ય રચાય છે તે ખુબજ મનોરમ્ય, આહલાદક, અલૌકિક હોય છે. જીવન નુ પણ કંઈક એવુજ હોય છે. પ્રેમ એનો સેતુ છે.