Gujarati Quote in Jokes by Bhumika Vyas

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

😜જૉક્ ઑફ ધ ડે..😂

દાદા અને દીકરો ઘરમાં બેઠા હતા ...

દાદા : દીકરા હવે સુઈ જા.. અથવા તો મારી પાસે આવીને વાતો કર..

દિકરો : હું થોડી વાર ટીવી જોવું..?

દાદા : ના ,

દિકરો : સારું આવ્યો , એક પ્રશ્ન છે દાદા..

દાદા : બોલ શું હતો..?

દીકરો : શું આપણે કાયમ છ માણસો જ રહીશું.. તમે ,હું ,મમ્મી , પાપા ,મોટીબહેન
અને બિલાડી..?

દાદા : ના , આવતી કાલે તારા માટે એક મસ્ત મજાનો કૂતરો લઈ આવીશું એટલે સાત ૭ થઈ જાશું..

દીકરો : પણ તે કૂતરો તો બિલાડીને ખાઈ જશે અને પછી પાછા આપણે 6 થઇ જાશું..

દાદા : પછી તારા લગ્ન કરીશું એટલે સાત માણસો થઈ જાશે

દિકરો : પણ મોટીબેન લગ્ન કરીને ચાલી જશે તો પાછા છ થઇ જાશું..

દાદા પછી તારા ઘરે એક મસ્ત મજાનો રાજકુમાર જેવો દીકરો આવશે એટલે સાત થઈ જાશું..
પણ દાદા ત્યારે તમે તો ગુજરી જાશો.. એટલે પાછા 6 થઇ જાશુ..

દાદા : તું ટીવી જો !!!
😜😂😜😂😜😂😜😂

Gujarati Jokes by Bhumika Vyas : 111567046
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now