"એક દીકરો એક દીકરી"
દીકરો ઘર ની દોરી,
દીકરી ઘર ની રેખા.
દીકરો ઘરનો દિલાવર,
દીકરી ઘરની ધરોહર.
દીકરો ઘર નું માથું,
દીકરી ઘર ની શોભા.
દીકરો કુટુંબ નો ડાયરો,
દીકરી કુટુંબ નું ડહાપણ.
દીકરો સમાજ નો વેલો,
દીકરી સમાજ ની વેલ.
ના દીકરો ના દીકરી બને વ્હાલસોયા સંતાનો, બને એક જ ડાળ ના "સ્વયમભુ"પંખી, એક દીકરો એક દીકરી...!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"