હું મંદિરમાં બેસીને મુતિઁ પુજવામાં નથી માનતી,
માનું છું માનવીની અંદર વસેલા પ્રભુને,
એવું નથી કે નાસ્તિક છું,ભગવાન માં નથી માનતી,
પણ આસ્તિક છું એટલે,આંધળીદોટ માં હું નથી ભાગતી,
પુજુ છું હું પણ મારા પ્રભુને,મારા અંતરઆત્માને,મારા ગુરુને,
જે સતત દરેક ક્ષણે મારા હૈયામા હોય,
એવી આસ્થામાં હું નથી માનતી જે મંદિરમાં જ થાય,
મારી લાગણીઓ જ મારા ભગવાન બની જાય,
મનમાંથી ઉઠતા અવાજો માગઁદશઁક બની જાય,
અંદર વસેલા પ્રભુ જ સારથી બની જાય.
#મંદિર