ત્રણ પડ વાડી રોટલી એવો ત્રણ પડ વાડો જીવ...
જેમ રોટલી ના ત્રણ પડ હોય એમ સૃષ્ટિ મા દરેક જીવ ના ત્રણ પડ હોય છે- મન, શરીર અને આત્મા.
આત્મા એ ઊર્જા નો એક ભાગ છે જે આખુ બ્રહ્માંડ ચલાવે છે.
જેમ રોટલી ના ત્રણ પડ એક સાથે જોડાયેલા છે એમ મન, શરીર અને આત્મા જોડાયેલા છે.
જેવી રીતે આ ત્રણ પડ જુદા થઈ શકે છે એવી રીતે જીવ ના ત્રણ પડ એટલે શરીર, મન અને આત્મા જુદા થઈ શકે છે નિયમિત ધ્યાન કરવા થી.
ધ્યાન થી એ જ્ઞાન આવે છે કે મન, શરીર અને આત્મા એ ત્રણે જુદા છે, ત્રણે એક સાથે જોડાયેલા છે પણ એક નથી.
નિયમિત ધ્યાન થી આ સાક્ષાત્કાર અવશ્ય થાય છે, અને આ ધ્યાન નુ લાભ ફકત મનુષ્ય ના જ નસીબ મા છે, બીજો કોઇ જીવ આનુ લાભ લઈ સકતો નથી.
ધ્યાન એ અનુભુતિ કરાવે છે અને એ એહસાસ કરાવે છે કે શારીર, મન અને આત્મા ત્રણે અલગ છે, જોડાયેલા હોવા છતા એક નથી...