"બસ એક સાંજ બને આપણી સાંજ"
"એક સાંજ બને આપણી સાંજ, ના જિંદગી માં કોઈ ફરિયાદ, ના જિંદગીમાં કોઈ યાદ, બસ એક સાંજ બને આપણી સાંજ"
તું મારો જિંદગીભર નો સંગાથ, તું મારો સ્વપ્ન તણો સણગાર, તું ઉમંગ ને તું અવસર, બસ એક સાંજ બને આપણી સાંજ..!
ઉંમર ભર નો વાર્તાલાપ, જન્મો જનમ નો સાથ, ઢળતી સંધ્યા બને આપણી જિંદગી ભરની કાયમી મુલાકાત, "સ્વયમભુ" બસ એક સાંજ બને આપણી સાંજ..!
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"