Gujarati Quote in Story by CA Aanal Goswami Varma

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નેહા એ વિધર્મી યુવાન આયામ
સાથે પ્રેમ લગ્ન કર્યા હતા ! college માં બંને ની જોડી નાટક માં ખુબ લોકપ્રિય બની ગઈ હતી અને એ નાટક વાળા કિરદાર માં પ્રેમ કરતા કરતા બંને ને સાચ્ચે જ પ્રેમ થઇ ગયો હતો ! નેહા મરજાદી બ્રાહ્મણ ની પુત્રી એટલે એને ઘેર માં થી ના જ હોય પણ છતાં એને ભાગી ને આયામ સાથે લગ્ન કર્યા હતા ! એના ઘેર માં થી કોઈ એ એની સાથે સંબંધ ના રાખ્યો ! શરુ માં તો બધું બરાબર ચાલ્યું આયામ નેહા નો ખૂબ ખ્યાલ રાખતો પણ પછી ધીરે ધીરે બંને ને પોતાના પરિવાર ની ખોટ સાલવા લાગી ! આયામ તો તેના કુટુંબ સાથે સંબંધ રાખતો હતો અને ધીરે ધીરે નેહા પણ આયામ ના પરિવાર જાણો ને મળવા લાગી હતી પણ એને પોતાનું કુટુંબ બહુ યાદ આવતું !
આમ ને આમ સમય પસાર થઇ રહ્યો હતો ! ત્યાં અચાનક કોમી દંગલ ફાટી પડ્યા ! અને નેહા અને આયામ ના ઘેર હુમલો થયો ! તે વખતે આયામ શેહર માં નોહ્તો અને નેહા સાથે આયામ ના માં હતા ! કોમી હુલ્લડ જે ખરેખર રાજકારણીઓના માણસો જ હોય છે એ નેહા ની આબરૂ લેવા તત્પર બન્યા ! એ વખતે નેહા ને પોતા ની સાસુ ની વિશ્વસનીયતા પાર શઁકા ગઈ ! એને લાગ્યું કે એના સાસુ એને એ માણસો ના હવાલે કરી દેશે અને પોતે જાણ બચાવી ને ભાગી જશે !
પણ આયામ ના મમી એ પોતાનો જીવ આપીને પોતાની વહુ ની ઈજ્જત બચાવી અને ત્યાર પછી નેહા ને પોતાના આયામ અને એના કુટુંબીજનો થી વિશ્વસનીય કોઈ ના લાગ્યું !
# વિશ્વસનીય

Gujarati Story by CA Aanal Goswami Varma : 111564189
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now