બારે મેઘખાંગા... અતિવૃષ્ટિ
અનરાધાર વર્ષે વરસાદ
રોકાવાનું નામ ના લે વરસાદ
રસ્તા ઓ ગયા ધોવાઇ
જ્યા જુઓ ત્યાં પાણી પાણી
નદી, નાળા, તળાવ ને ડેમ
જળબંબાકાર થાય
ઘર ને દુકાનો મા ઘૂસે પાણી
મચાવે ચારેકોર તારાજી
નાના ગામો સંપર્ક ગુમાવી
બેટ મા ફેરવાઈ જાય
ધોવાઈ ખેતર ના વાવેતર
જોડે તણાઈ જાય
સ્વપ્નો જગતાતના
વગર વાંકે તણાય અબોલ પ્રાણી
ઝડમૂળ માંથી ઝાડવા તણાઈ જાય
કરે લોકો વરુણદેવ ને પ્રાર્થના
કરો ખમૈયા હવે બાળ તમારા મૂંઝાય..
હિરેન વોરા
તા. 01/09/2020