👉ધન્ય છે ઇશરોના વૈજ્ઞાનિકોને👈
રાતના 4 વાગ્યા સુધી, ચંદ્રયાન-2ની રોમાંચિત તસ્વીરો જોઈ, લગભગ આઠ વર્ષની સાધના, સેંકડો વૈજ્ઞાનિકોની મહેનત, ભારતના રાષ્ટ્રધ્વજને લહેરાવવાની એક અજોડ ભાવના, કદાચ વિજ્ઞાનની આ જ શૌર્યગાથા છે. દિવસ રાત જોયા વગર જે માનસિક સંઘર્ષ કરી મિશનને સફળ બનાવવાની કોશિશ કરી, લાખો કિલોમીટર કાપી ફક્ત બે કિલોમીટર પર સંપર્ક તૂટે એને સફળતા જ કહેવાય.
હજુ પણ ઓરબીટર ચંદ્રની આસપાસ છે, વિક્રમ જોડે સંપર્ક શક્ય નથી બન્યો તો શું થયું, જ્યાં દુનિયાના બીજા દેશ જઈ નથી શક્યા એ ચંદ્રના છેડા પર ભારતે જવાની કોશિશ તો કરી જ છે. નાસા પણ ચકિત હતું કે મિશન કઈ રીતે પૂર્ણ થશે, તમામ ભારતના નાગરિકો એક શ્રદ્ધા સાથે ઇશરો સાથે હતા, છે અને રહેશે.
એક ગમગીન માહોલ વચ્ચે દેશના પ્રધાન ઇશરોના મહારથી સાથે રહ્યા, એ પણ એક સરાહનીય કાર્ય છે. આ મિશનને કે રાતે જે ઘટના આપણે જોઈ છે એને રાજકીય નજરે ક્યારેય ન જોવી જોઈએ. વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ મોડી રાત સુધી જાગ્યા હશે કારણ કે જ્યારે વિક્રમ સાથેનો સંપર્ક તૂટ્યો ત્યારે એમના ટ્વિટથી એમની દેશ પ્રત્યેની ભાવના ઉજાગર થાય છે.
રાતે લગભગ 3.30 કલાકે મીડિયા સામે ઇશરો દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું, "વિક્રમ સાથે નો સંપર્ક ફરી સ્થાપિત કરવાની અમે કોશિશ કરી રહ્યા છે એ, બીજી સંસ્થાને સિગ્નલ મળ્યા ની માહિતી મળી છે. હજુ અમે રાહ જોઈ રહ્યા છીએ, અત્યારે પ્રેસ કોંફરન્સ રદ કરવામાં આવે છે." ત્યારે trp ની મહત્તા સમજતી એક પત્રકારે કહ્યું કે, " ઇશરો ચીફ કે. સિવન કેમ સામે આવી નિવેદન ન આપ્યું?" જ્યારે પૂરો દેશ એક આશા લઈ ને બેઠો છે, તમામ વૈજ્ઞાનિકોના ચહેરા પર એક નિરાશાની ઝલક હતી, હોઈ પણ કેમ નહિ, કોઈની જીવનભરની મહેનત દાવ પર હતી. આ મિશનને જ પોતાના જીવનનું લક્ષ્ય બનાવી જે વૈજ્ઞાનિકોએ પરિશ્રમ કર્યો એના કાર્ય પર આવા સવાલ કરવાનો કોઈ જ મીડિયાને અધિકાર નથી.
સવારે ઇશરોથી વડાપ્રધાન પોતાનું વક્તવ્ય પૂર્ણ કરી ચેબરની બહાર નીકળ્યા ત્યારે કે. સિવન ઇશરો ચીફની ભાવુકતા દેખાઈ એ જ બતાવે છે કે આ મિશન કેટલું મહત્વનું હતું. એ સિવન સાહેબના અશ્રુન હતા, એમના પરિશ્રમનો પરસેવો હતો. એ એક દેશહિતની ભાવના હતી. એ ભારતને ચંદ્ર પર સ્થાપિત કરવાની કોશિશ હતી. એ ભાવના એ પરિશ્રમ એ કોશિશને આજે પૂરો મારો દેશ બિરદાવી રહ્યો છે, સરાહના કરી રહ્યો છે. આ એ જ ભારત છે જે 100 થી વધુ ઉપગ્રહ એક સાથે છોડી વિક્રમ સર્જ્યો હતો, આ એ જ ઇશરો છે જેમને પહેલી કોશિશમાં મંગળના પરિભ્રમણ કક્ષમાં મંગળયાન સ્થાપિત કર્યું હતું. આ એ જ ભારત છે જેને ચંદ્ર પર પાણી હોવાના કારણો આપ્યા હતા.
આ તમામ ઘટનાના આપણે સાક્ષી રહ્યા છીએ, તીર સરકતું જાય તો બીજું તીર છોડવા માટે આપણે એટલા જ ઉત્સાહથી તૈયાર છીએ. અને પુરા વિશ્વાસ સાથે કહું છું કે ચંદ્ર પર પહેલું સ્પેસ સેન્ટર ભારતનું હશે.
✍️મનોજ સંતોકી માનસ✍️