તેવર એ જ છે , વિચાર એ જ છે , જાગૃતિ એ જ છે , વિરોધ એ જ છે અને કલમ પણ એ જ છે આ તો ફક્ત ભાષા બદલી છે .
હજુ પણ આગ છે જ દિલમાં , પણ લોકોને સમજાય અને સારી રીતે વાંચે એટલે થોડું સરળ લખાણ લખું છુ , એનો મતલબ એ નથી કે કલમ કે કલમ પ્રત્યેની ઈમાનદારી સિંહાશન પાસે ગીરવે મુકી છે . લોકોની સમજ શક્તિ એટલી હદે નિચે ઉતરી છે કે એક એક વાત પુર્ણ વિશ્લેષણ કરી સમજાવી પડે છે . થોડા દિવસો પહેલા ગામના છોકરાઓ સાથે ચર્ચા ચાલતી હતી ધર્મની . મે "કુરાન" ધર્મગ્રંથ વિશે થોડી વાત કરી , ત્યાં તો એક નમુનો બોલ્યો "હે કાના આ કુરાન ક્યો દેશ".
આ દોસ્તને બાહ્યજ્ઞાનની જ ખબર નથી . તેને એટલી ખબર છે આજે ક્યુ મુવી સિનેમાઘરમા લાગ્યું કે કંઈ છોકરી આજે નથી દેખાણી . પહેલા પોતાના અંદર જે આવરણો છે તેને તોડવા પડશે ત્યારે જ કંઈક નવું અંદર જાશે . આપણે યુવા શક્તિની વિદેશમાં જઈ મોટી મોટી બળાસો મારી આવ્યા પણ ખરેખર એ યુવા શક્તિને જાણી છે ખરી ? લગભગ યુવાન સિલ્લાની જવાની પાછળ બદનામ થઈ ગયો છે , જલેબી બાઈ જેમ તેની આજુબાજુ પોતાને ફરતો કર્યો છે . હા , મોજ શોખ હોવા જ જોઈ પણ સાથે સાથે આપણી આજુબાજુમા અને દેશમા શુ બની રહ્યું છે તેની જાણકારી પણ હોવી જોઈએ , આવનાર સ્થિતિ પ્રત્યે થોડો વાકેફ પણ હોવે જોઈએ . બાકી હું કે મારા જેવા ઘણા મિત્રો આવા લેખ રોજ લખીશું પણ પરિણામ આવુ જોઈએ , કોઈ લેખ કે કવિતા વાહ વાહ માટે કોઈ મહાનતા માટે નથી લખતા ફક્ત ને ફક્ત એક જ લક્ષ્ય રહ્યો છે , પાંચ હજાર માથી ફક્ત પાંચ જાગે . બાકી શેરીના કુતરા પણ હાઉ હાઉ કરતી હોય છે કારણ કે તેને ચોક્કસ ભાષા નથી આપણી જેમ , એટલે વાહ વાહ માથી બહાર આવો થોડું વિચારવાનો પ્રયત્ન કરો કારણ કે મારા મત પ્રમાણે બીજાની હા મા વિચાર્યા વગર કે સમજ્યા વગર હા કહેવી એ આધુનિક ગુલામનું મોટું લક્ષણ છે .
મનોજ સંતોકી માનસ