શબ્દસંગ છું છતાં અસમંજસમાં હવે શું કહું ?
વાતને ગણે વારતામાં,એને હવે હું શું કહું ?
તમાશો ટાળવા બન્યો હું જોકર, શું કહું ?
મૃગજળની આબરૂ માટે રાખી તરસ,શું કહું ?
ડૂમો બાજયો એટલે પકડી કલમ શું કહું ?
ખુટ્યા પત્થર એટલી ખાધી છે ઠોકર શું કહું ?
વ્હાલના વ્યાપમા નથી તેથી છું દૂર, શું કહું ?
જવાબમાં મૌનવ્રતે દેખાડે અંગુઠો, શું કહું ?
આપે દાદ દર્દને સાંભળી ગીત,તો શું કહું ?
ઘૂંટડા પીધા, નીલકંઠ કહે, આ ને તો શું કહું ?
-વિજય રાવલ