તો શું થયું?
માન્યું કે જીવનમાં ઘણા લોચા છે
તો શું થયું?
અમે પણ કંઈ સ્વભાવે થોડા કાચાપોચા છીએ?
માન્યું કે જીવનમાં જંજાળ વધુ છે
તો શું થયું?
અમે પણ જલસો કરવામાં થોડા ઓછા છીએ?
માન્યું કે જીવનમાં ધમાલ ઘણી છે
તો શું થયું?
અમે પણ કંઈ કમાલ ઓછી કરી જવાના છીએ?
-હીના પટેલ