Gujarati Quote in Motivational by Vihad Raval

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આરામ

પોતે શિક્ષક નથી તો શું થયું ? પરંતુ સમાજને શિક્ષિત કરવો છે એવી જ ભાવના સાથે વૈશાલી એ બાજુના ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવાનું ચાલુ કર્યું. આખો દિવસ નોકરી કરે અને સાંજે એક કલાક શિલાલેખ ફ્લેટના ચોથા માળે આવેલા પોતાના ઘરમાં બાળકોને ભણાવે પરંતુ ફ્લેટના લોકોએ આ બાબતનો વિરોધ નોંધાવ્યો. ઝૂંપડપટ્ટીના બાળકો પોતાના ફ્લેટમાં આવે એ એમને યોગ્ય ન લાગ્યું પણ એમ કંઈ વૈશાલી થોડી આરામ પ્રિય હતી ? હવે એણે ઝૂંપડપટ્ટીમાં જઈને બાળકોને ભણાવવાનું ચાલુ કર્યું.

(આજે શિક્ષકદિન નિમિત્તે શિક્ષકોની સાથે સાથે જે લોકો શિક્ષક નથી છતાં સમાજ ને કેળવણી આપવા માટે કાર્ય કરે છે તેવા લોકોને પણ શત શત વંદન )

Gujarati Motivational by Vihad Raval : 111561511
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now