#આરામ
મોહ-માયા ભરી આ જિંદગી માં
જરા વિચાર કરી, જિંદગી ની પ્રાથમિકતા સમજતા શીખી છું
જો આજે મન વિચાર ત્યાગી દે હંમેશ નો
તો વિણ અફસોસ સ્વીકારવાની હિંમત હું પામી ચુકી છું.....
પાપ ના ઘડા ભરેલી આ જિંદગી માં
જરા ભક્તિ કરી, જિંદગી ને ઈશ્વર ને સોંપતા શીખી છું
જો આ શરીર ભક્તિસૂરે ઈશ્વરીય બંને હંમેશ નું
તો વિણ અફસોસ સ્વીકારવાની હિંમત હું પામી ચુકી છું.....
વાયુ વેગે ચાલતી આ જિંદગી માં
જરા આરામ કરી, જિંદગી ને બે ઘડી માણતા શીખી છું
જો આજે હૃદય આરામ માંગી લે હંમેશ નો
તો વિણ અફસોસ સ્વીકારવાની હિંમત હું પામી ચુકી છું.....
-પર્લ મહેતા