આ ઝઘડો નથી પણ વાસ્તવિકતા છે ગુજરાતી સાહિત્યની
મારા હરેક લેખ એમની પાસે પહોંચી જાય છે,
લખેલા હરેક શબ્દે એમનું દિલ વીંધી જાય છે.
ખુશામતખોરો નો મોટો કાફલો લઈ બેઠા તેઓ,
અંધ બની જેઓ એમના પગોને ચૂમી જાય છે.
રચી હતી મહેફિલ જેમને, વાહ વાહી પામવા,
કેમ ત્યાં ઘણી જગ્યાઓ ખાલી રહી જાય છે.
ભોકતા કૂતરાની માફક, એ પણ ભોકી ગયા,
ભોકાય ગયા પછી એમ થોડું પહોંચી જાય છે?
એકલો ઉભો હતો લઈ હું વિરોધનો પરચમ,
રોકવા મૌલિકતા, જે અમુક પચાવી જાય છે.
આ મનોજને ગર્વ છે કે એ ટોળાશાહીમાં નથી,
લખું છું ફક્ત વાક્ય એક, ટોળા આવી જાય છે.
મનોજ સંતોકી માનસ
#ઝઘડો