સંબંધોની મર્યાદા કિંમતી હતી,
કદી કરી નહિ ગણતરી એની.!
પ્રેમ માં પ્રેમ ઉમેરી સરવાળો કરી,
નફરતની હંમેશા બાદબાકી કરી.!
સુખમાં સુખ નો ગુણાકાર કરી,
વહેંચ્યા દુઃખ ને ભાગાકાર કરી.!
અનમોલ સંબંધોની જાળવણી કરી,
ભૂલો ભૂલી સંબંધોનો દાખલો સાચો કરી.
મારા દર્દની કોઈ ફરિયાદ ન કરી,
પ્રભુ એક તુજમાં વિશ્વાસ કરી.!
દર્શના રાધે રાધે
#દાખલો