લોકશાહીમાં દાખલો બેસાડવો,દાખલો લેવો, દાખલો કઢાવવો,દાખલો ગણવો,દાખલો દેવો,દાખલો સુધારવો વગેરે એક શબ્દ નો કેટકેટલે ઠેકાણે વિધ વિધ ઉપયોગ થાય છે.
મામલતદાર કચેરી હોય,તાલુકા કચેરી હોય કે નગર પાલિકા હોય કે પછી શાળા મહાશાળા હોય દરેક ઠેકાણે ધક્કા શબ્દ પત્ની સાથે શાળી હોય તેટલો બન્ને શબ્દોનો સંબંધ પરાપૂર્વનો છે.
જ્યાં સુધી તમારા હાથમાં ના આવે ત્યાં સુધી તે શૅર બજાર ઉછળે તેમ ઉછાળા મારે.જેવો હાથમાં આવ્યો કે હિમાલય ચડ્યા જેટલો આનંદ પ્રાપ્ત થાય.
દાખલો એ એક એવું ગતકડું છે કે તેમાં જરૂર કરતાં વધુ ખુશી દાખલો લેનાર કરતાં દેનાર ને વધુ થાય કેમકે ખિસ્સામાં કઈંક વગર મહેનત ની ખુશી ટપકી પડવાની સંભાવના વધી જાય છે.
ઘણી એવી કચેરીઓ છે જ્યાં ખૂબ ઓછી આવક ઉદાહરણ તરીકે 5000 ની આવક વાળા મજૂર પાસે 50000 નો પગાર ધરાવતો દાખલો દેનાર અપેક્ષા રાખે ત્યારે એમ થાય કે આ હરામી ની બોચી પકડી મરડી નાખવાનું મન થઇ આવે.
જગતમાં લેનાર કરતાં આપનાર મોટો હોય છે.તે સત્ય સામે અહીં તો લેનાર મોટો બની ગયો.અને દેનાર હલકો !
લોકો ની પરેશાની, મજબૂરી નો ફાયદો તકસાધુ રાહ જોઈ બેઠા જ હોય.તેમના માટે બીજાની આફત રાહત બની જાય અથવા આમદાની બની જાય.અવસર બની જાય.
માટે સરકાર થી માંડી સમજુ લોકોએ એવો #દાખલો બેસાડવો જોઈએ કે દાખલો લેનાર ને સાચા અર્થમાં બીજી વખત ધક્કો ખાવો ના પડે.
- સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )
#દાખલો