જવાબ આપાશે કે કેમ?
ખાબર છે સઘળી નથી કઈ લઈ જવાના
તો પછી આ મારુ ને આ તારૂ કેમ ?
ઈશ્વરે બનાવ્યો એક જ ઇન્શાન તો પછી
ઇન્શાન ને ઇન્શાન પર વહેમ કેમ ?
સઘળા માનવીનો તું એક જ પિતા, તો
હું હિન્દુ, તું મુસલમાન કેમ ?
કેમ ભાઇચારા ને ભૂલી ગયા લોકો, ને
કોઈના હાથમાં બંઘુક તો કોના હાથમાં તલવાર કેમ ?
શાંતિ ની જરૂર છે તારા આ બનાવેલ સંસારને
રાહ જુવે છે તું કોઈ શાંતિદુત મોકલે છે કે કેમ ?
લાખો સવાલ છે દિલમાં “દેવ” ના
પણ મુંજાવ છુ કે તું જવાબ આપશે કે કેમ ?
-Rajnesh Rathod