Gujarati Quote in Good Night by Tr. Mrs. Snehal Jani

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બોજો છું હું કારણ કે મને કોઈ પસંદ નથી કરતું.
બોજો છું હું કારણ કે મને અપનાવવા કોઈ તૈયાર નથી.
બોજો છું હું કારણ કે મારા થોડા ખર્ચા પણ બધાંને ભારે પડે છે.
બોજો છું હું એટલે જ ઘરમાંથી દૂર કરવા બધાંને ઉતાવળ હોય છે.
બોજો છું હું એટલે જ મારી ઈચ્છાઓને નજરઅંદાજ કરવામાં આવે છે.
બોજો છું હું એટલે જ તો મને ગમશે, ફાવશે અને ચાલશેનાં સિદ્ધાંત પર જીવવાની સલાહ અપાય છે.
બોજો છું હું એટલે જ મને જન્મ લેતાં પહેલાં જ મારી નાખવામાં આવે છે.
હા, હું છું એક દિકરી. કહેવાઉં છું લક્ષ્મીનું રુપ પણ ગણાઉં છું સૌથી મોટો બોજો.
ધન્ય છે એ માતા પિતા જે પોતાની લક્ષ્મી સ્વરુપ દીકરીને બોજો ગણવાને બદલે માતાજીનું સ્વરુપ ગણી એનું યોગ્ય પાલન પોષણ કરે છે.
#બોજો

Gujarati Good Night by Tr. Mrs. Snehal Jani : 111555700
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now