યાદો સાથે સફર રાખી છે!
એમનાં ગયા બાદ,એમની યાદો સાથે સફર રાખી છે,
બા'ર આખી દુનિયા ને યાદ એમની ભીતર રાખી છે!
ભલે ને હોય એ સાવ બેખબર અમારા હાલથી,
પણ અમે એમનાં પળેપળની ખબર રાખી છે!
એ તો યુગોથી નજર ફેરવીને બેઠાં છે બજારમાં,
પણ અમે તો હજીય એમના તરફ નજર રાખી છે!
આ બધાં રસ્તાઓ જાય છે એમનાં ઘર સુધી,
પણ અમે ચાલવા હવે અલગ ડગર રાખી છે!
જિંદગીમાં સાથ મળે ના મળે શું ખબર?
પણ અમારી બાજુમાં એમની કબર રાખી છે!
- મુકેશ પરમાર