અપશુકન#
==========================
જેઓ બીજા ને મદદરૂપ થાય,સુખ શાંતિ આપે
તેમને કદી પણ અપશુકન થાય જ નહિ.....
જેના મન માં ફક્ત કલ્યાણ ની જ ભાવના હોય
ત્યાં આનંદ ની અનુભૂતિ થાય, અપશુકન નહીં
જે સ્વાર્થી, લુચ્ચા અને ભ્રષ્ટાચારી છે
તેઓના દર્શન માત્ર અપશુકનિયાળ છે...
જે એક આત્મચેતના સિવાય ભેદભાવ નું જ્ઞાન પીરસે
છે તૈઓ ઈશ્વર થી વિમુખ કરનાર અપશુકનિયાળ છે
જેનું અંત:કરણ પવિત્ર છે,તે ભલે કોઈ પણ વ્યક્તિ
જાતિ કે ધર્મ નો હોય ,એ શુકનિયાળ છે