Gujarati Quote in Motivational by CA Aanal Goswami Varma

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રેવા બીજી દીકરી અને મધ્યમ વર્ગ ના જયરામ ભાઈ ને દીકરા ની ખોટ ! કેટલાય પ્રયત્ન ,દોરા ધાગા ,માનતા કરવા છતા રેવા પછી લીલા બેન માં ન જ બન્યા ! અને બસ પછી તો રેવા પર અપશકુનિયાળ નો ધબ્બો લાગી ગયો ! રેવા ભણવામાં ખુબ હોશિયાર પણ મોટી બેન કરતા દેખાવ માં ઝાંખી અને વળી બીજી છોકરી , એટલે એનું બાળપણ તો ક્યાં વીત્યું એને પોતાને જ ના ખબર પડી ! જોત જોતા માં college પુરી કરી UPSC ની પરીક્ષા આપી !જે દિવસે પરીક્ષા નું પરિણામ આવ્યું અને ગામ માં એના નામ નો વરઘોડો નીકળ્યો ત્યારે જયરામ ભાઈ ફક્ત આટલું બોલ્યા , રેવા ની બા , અપશુકનિયાળ તો મારા વિચારો ! અને આજે રેવા જયરામ ભાઈ ના નામ નો સિક્કો વાગે છે પ્રધાન મંત્રી સાહેબ ના ઉપસચિવ તરીકે !

#અપશુકનિયાળ

Gujarati Motivational by CA Aanal Goswami Varma : 111553112
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now