#અપશુકનિયાળ
એક ભાઇ આજે કામ માટે બહાર નીકળતા હતા, તેમની આગળ બિલાડી ઉતરી, તે ભાઇ અપશુકન થયા કહી પાછા વળ્યા, એકાદ કલાક પછી સમાચાર મળ્યા કે તે જે બસમાં જવાના હતા, તેને અકસ્માત થયો છે. હાશ, આ ભાઈ બચી ગયા પરંતુ પેલી બિલાડી ને રસ્તામાં જતા અકસ્માત નડ્યો, ને બિલાડી નું મૃત્યુ થયું તો આ બંનેમાંથી અપશુકનિયાળ કોણ?