*મફત* નો *રોટલો* , *નવરાશ* નો *ઓટલો*, અને *રોગ* નો *ખાટલો* એ *ત્રણે* ય *સગા* *ભાઈ* ઓ છે. આ *ત્રણેય* ની એક *બહેન* નુ નામ *ગરીબી* છે આ ચારેય ની સગી *માતા* નુ નામ *આળસ* છે.
તમે ગમે તેટલા *સારા કામ* કરો ગમે તેટલા *સારા બનો* કે ગમે તેટલા *ઈમાનદાર બનો* પરંતુ *દુનિયા* તો તમારી ફક્ત
*એક જ ભૂલ* ની રાહ જોતી હોય છે.
*કળિયુગ* છે *જુઠા* નો *સ્વિકાર* થાય અને *સાચા* નો *શિકાર* થાય.
*વિશ્વાસ* કરવામાં થોડું ધ્યાન રાખજો કેમકે *સાકર* અને *મીઠા* નો રંગ એક જ હોય છે.
કોઈ પણ માણસ *જન્મ* થી *ખરાબ* નથી હોતો પણ *સમય* અને *સંજોગો* માણસને *ખરાબ* બનાવી દે છે.
*કર્મ* જ એક એવી *હોટલ* છે.જયાં આપણે *ઓર્ડર* નથી આપવો પડતો , આપણ ને એજ *પીરસવામાં* આવે છે આપણે જે *જીવન* માં *રાધ્યુ* હોય છે.
એ જરૂરી નથી કે દરરોજ *મંદિરે* જવાથી *માણસ* *ધાર્મિક* બની જાય , પણ *કર્મ* જ એવા હોવા જોઈએ કે *માણસ* ગમે ત્યાં જાય *મંદિર* ત્યાં જ બની જાય.
*સ્મશાન* કરતાં *સંસાર* વધુ *ખતરનાક* છે , કેમકે *સ્મશાન* તો *મરેલા* ને જ *બાળે* છે જયારે *સંસાર* તો *જીવતા* ને *બાળે* છે.