હોઠે સુરખી ભરી, સસ્પર્શ પ્રણયનો આખોમાં,
રોકે મુજને વહી જતી, આ ક્ષણ સદા રાહોમાં,
ધીમે મૃદુ, નિર્બળ થઈને, હોઠથી ગાલ રાખી,
સ્વામી મારો, નયન સઘળે, ફેરવીને જુએ છે;
દિશે નહિ કશાલો, વ્યાકુળ વધુ થાય બાવરા,
ને પછી તે, પ્રીતિ અવસર, વણ-જોવે પ્રેમ કરે છે
ને મારો એ, પ્રિય પતિ હજુ, લજવીને રહીને,
જોતા ભોળો, સહવાસની, સેવના કેળવે છે.
#ચુંબક