Gujarati Quote in Thought by Kalpesh Trivedi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Dt. 16.8.20. રવિવાર.
*આજ નો મંત્ર *
V : વર્તન સારૂ કરો.
વર્તન એટલે શુ? જયારે આપણે અન્ય વ્યક્તિ ને મળી એ ત્યારે આંખો થી, બોલી ને, હાવભાવ થી આપણી બોડી લેન્ગવેજ દ્વારા સામેની વ્યક્તિ ને જે પ્રતિભાવ આપી એ તેને વર્તન કહે છે. સમય અને સંજોગો ના કારણે તે સારૂ અથવા ખોટુ હોઈ શકે છે.
નાની કે મોટી દરેક વ્યક્તિ ને આત્મસન્માન હોય છે. જયારે તેને અપમાનિત કરવા માં આવે કે કટુ વચન બોલવામાં આવે, તો સમય આવે તેનુ વર્તન આક્રોશ બની ને બહાર આવે છે.
કોઈપણ વ્યક્તિ નો પરિચય - તેની વાણી અને તેની વર્તણુંક આપી જાય છે. આજે કુટુંબમાં અને સમાજ માં અરસ-પરસ ની અપેક્ષાઓ વધી રહી છે તેવા સમયે આપણી વાત માં સૌમ્યતા હશે અને વર્તન સારૂ હશે તો સહકાર થી કોઈપણ પ્રશ્ન ઉકેલી શકાશે.
" માણસ ચાલે છે અને પગલા ની છાપ છોડે છે "
જો આપણા દરેક કાર્ય માં, કુટુંબ માં, અને સમાજ માં સહકાર પૂર્ણ વર્તન હશે તો સન્માન મળશે. આપણા દરેક કાર્ય સહકાર થી અને ઉત્સાહ થી પૂર્ણ થશે.
આપણે અન્ય જોડે જો સારા વર્તન ની અપેક્ષા રાખતા હોઈ એ તો આપણે પણ સારૂ વર્તન કરવુ પડે.

*Don’t let the behavior of others destroy your inner peace*

*Good manners will open doors that the best education can not*

*Good behavior doesn’t have any monetary values but it has the power to purchase million hearts*


જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ પ્રભાત.

🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏

Gujarati Thought by Kalpesh Trivedi : 111542922
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now