Gujarati Quote in Thought by Bhagwati PK

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હજુ પુસ્તક વાંચવા માટે ખોલેલું ત્યાજ ઘરની બહાર ભાગદોડ મચી હોય તેવા અવાજો સંભળાયા.પુસ્તક વાંચવા બેસી ગયા પછી મને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચે નહીં એ વાતનું ખાસ ઘ્યાન પરિવારના સભ્યો દ્વારા રાખવામાં આવતું.પણ આ અવાજો પૂરી શેરીને સંભળાતા થય ગયા.બહાર નીકળી ને જે દૃશ્ય જોયું તે હું થોડી વાર સમજી જ ના શકી.લગભગ બધાજ ઘરના લોકો બહાર આવી ગયા હતા.તેમના ચેહરા પર પણ એક પ્રશ્નાર્થ ચિન્હ હોય તેમ જણાય આવતું હતું.શિયાળાની સાંજ હતી.એટલે ઠંડીનું તો રાજ હોય એમ ફેલાયેલી હતી. સ્ટ્રીટ લાઇટ તો શેરીમાં એક જ હતી.અને તેના પ્રકાશે એક લઘર વઘર માણસ દેખાઈ આવતો હતો.તેને પેહલી નજરે જોતાં લાગે કે આ ભિખારી અત્યારે આ સમયે અહી ક્યાંથી આવી ચડ્યો?
થોડી વાર રી જે ઘટના હજુ શરૂ જ હતી તે બધાજ ચૂપચાપ જોઈ રહેલા. એ માણસ ને કોઈ નહોતું જાણતું.તે કરગરી રહ્યો હતો અને અમુક લોકો તેને શરીરના કોઈ પણ અંગ નું નિરીક્ષણ કર્યા વગર માર મારી રહ્યા હતા.જે સહન ન કરી શકાય એ ઘટના જોઈ ને ચૂપ ચાપ રહી ગયેલા ઘણા લોકો હજુ કઈ ના સમજ્યાનો ઢોંગ કરતા હતા. એ માણસ ની ચિત્કારી બધાના કાનો સુધી પહોંચી ગઈ પણ હૃદય સુધી કોઈએ ના પહોંચવા દીધી.જે લોકો તે માણસ ને મારી રહ્યા હતા તે બધાજ અમારી શેરીમાં જ રહેતા હતા.તે ક્રૂર ટોળામાં અમારી જ બાજુ માં રહેતો સત્તર વર્ષનો એક યુવાન પણ હતો.અને તેની જેવા બીજા બે ત્રણ જણ હતા. એ જેને મારી રહ્યા હતા તેમની ઉંમર ત્રીસેક વર્ષ હશે.તે એકલો પડી ગયેલો માણસ હાથ જોડી રહ્યો હતો છતાં પણ કોઈને એની દયનીય સ્થિતિ પર દયા ના દાખવી.જેટલા લોકો બસ જોવા માટે ઊબ૊ હતા એ તો બસ અનિમેષ નયને આ નજારો જોઇ રહ્યા હતા.જોડેલા હાથે પગે પડી કરગરતો રહ્યો એ માણસ પણ તે ટોળું જાણે કે ખૂન સવાર થઈ ગયું હોય તેમ તેને મારતું જ રહ્યુ.અને ધિક્કારતું રહ્યું તે ને.તે અજ્ઞાત માણસની આંખો જોઈ ભલભલાનું હૃદય પીગળી જાય પણ કોઈને તેની આંખોમાં જોવાની ફુરસદ જ ક્યાં હતી?
એ માણસ શરાબી હતો.અમારા વિસ્તાર માં થોડા દિવસ પહેલા ભાડાના મકાન માં રહેતો હતો.તેનો પરિવાર પણ હતો.આ ઘટનક્રમમાં તેના પરિવાર ની હાજરી નહોતી.તે શેરીમાં શરાબ પીને આવેલો.કદાચ કોઈકને કશુંક અણગમતું બોલી ગયેલો.અને બધાયે મળીને તેને સબક શીખવાડવા તેમને ઢોર માર માર્યો.અને નીકળી જવાનું જણાવ્યું.તે માણસ ચાલવાની સ્થિતિ માં ના હતો.શરાબ ના કારણે નહી પણ માર ના કારણે.તે ઘસડતો ઘસડાતો ત્યાંથી નીકળી ગયો.અને ત્યાં સુધી તેના પર ઘા શરૂ રહ્યા કે જ્યાં સુધી તે દેખાતો બંધ ના થયો.આ ઘટના શરૂ હતી ત્યારે હજાર સ્ત્રીઓ ટોળામાં રહેલા પુરુષોને રોકી રહી હતી કે "બસ હવે".પણ કોઈ તેના અવાજને કાનમાં લેતું નહી.મે મારા ભાઈ ને કહેલું કે પોલીસ સ્ટેશનમાં કોલ કરો.આવી રીતે કઈ કોઈને માર મરાય?
ઘણા આપાસ માં ચિંતા વ્યક્ત કરતા હતા.પણ અશાંતિને દૂર કરવા ઘણા પ્રયત્નો કરવા પડે છે.માથે લેવી પડે છે જવાબદારી ,જે કોઈ લેવા નથી માંગતું.

દયા તો આ લોકો ના ટોળા પર આવે છે.
#દયા

Gujarati Thought by Bhagwati PK : 111538519
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now