Gujarati Quote in Funny by Ashok patel

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યાદે: રાંધણ છઠ એ મારો પ્રિય અને યાદગાર તહેવાર હતો ,મને ક્યારેય ઠન્ડો ખોરાક ભાવે નહી રાંધણ છઠ માં એક તો અવનવી આઈટમ ખાવા મળતી અને પાછી ગરમાં ગરમ બીજું આ દિવસે તહેવારો ની શરૂઆત થતી એટલે અનન્ય ઉત્સાહ મારા મિત્ર જગા ઉર્ફે જગતે તો એક વાર સ્કૂલ માં ધોરણ 9 માં મારો પ્રિય તહેવાર માં રાંધણ છઠ વિશે નિબંધ પણ લખ્યો હતો અને મધુબેન દવે વિસી હાઈસ્કૂલ મોરબી ના ટીચરે ફક્ત તહેવાર પસન્દ ગી જોઈને ફૂલ માર્કસ આપેલા બાકી નિબંધ માં તો ફરસી પુરી અને થેપલા કે વ્યંજનો ના ફક્ત નામજ હતા

રાંધણ છઠ સાથે બીજી પણ એક મજેદાર વાત યાદ કરીને આજે પણ હસવું આવે છે અમે બધા મિત્રોની ઉંમર ત્યારે 12 થી 15 વર્ષ ની હતી અને અમે દર વરસે મોરબી માં એક માત્ર
ધોળેશ્વર નો પ્રખ્યાતમેળો સાતમ થી દશમ સુધી ભરાતો અને અમે દર વરસે અમે રાંધણ છઠ ને દિવસે મેળામાં જતા લગભગ ચકડોળ વાળા અમને બોલાવી બોલાવી ને મફત બેસાડતા અમે ખુબજ
મજા લેતા એકવાર મારા પિતાશ્રી એ અમને બોલાવી ને પૂછ્યું
હતું કે અમે ક્યાં ગયા હતા અમે ઉત્સાહ માં જવાબ આપેલો
કે મેળામાં અને કહ્યું કે આજે એ લોકો મફત બેસાડે છે એટલે .

મારા પિતાજીએ ખુબજ ખિજાય ને કહ્યું હતું " ગધેડાઓ એ લોકો તમારા પર તેના ચકડોળ કે ચકરી ની ચકાસણી કરે છે
ક્યાંક હાડકાં ભાંગી જશે"
ત્યારે અમને સત્ય સમજાયું આમ છતાંય એ આનન્દ અવિસ્મરણીય છે -અશોક પટેલ ' આકાશ'મોરબી

Gujarati Funny by Ashok patel : 111536141
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now