"જેને કોઈ ન રાખે"
જેને કોઈ ન રાખે ,એને મારો પ્રભુ રાખે રે,
ધ્રુવ ના તપોબળથી,મારો પ્રભુ રાજી રે,
અચળ પદ તમને,મારો પ્રભુ આપે રે,
જેને કોઈ ન રાખે, એને મારો પ્રભુ રાખે રે,
પ્રહલાદ ની ભક્તિ થી, મારો પ્રભુ રાજી રે,
નરસિંહ બની ને તમે, રક્ષા કરી છે રે,
જેને કોઈ ન રાખે, એને મારો પ્રભુ રાખે રે,
શબરી ના બોર ખાઈને,મારો રામ રાજી રે,
ધૈર્ય ભક્તિ ના ઞુણ ગાઇ ને, ઉદ્ધાર કર્યા રે,
જેને કોઈ ન રાખે,એને મારો પ્રભુ રાખે રે,
પાંડવ એવા સાચા કે,મારો પ્રભુ રાજી રે,
સંઘ શક્તિ ની ભક્તિ ના, તમે સારથિ છો રે,
જેને કોઈ ન રાખે,એને મારો પ્રભુ રાખે રે,
માનવ એવો બનશે કે,મારો પ્રભુ રાજી રે,
માનવ ધર્મ ની સ્થાપના,એ પુનઃ કરશે રે,
જેને કોઇ ન રાખે, એને મારો પ્રભુ રાખે રે,
-@-કૌશિક દવે