Gujarati Quote in Motivational by Jayshree

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#લલચાવવું
મન એ એવી અદ્રશ્ય ભાવના છે. મનને સમજવા ની શકિત ઈશ્વરે ફક્ત મનુષ્ય ને જ આપેલી છે.માનવી નું મન વિચારો થી ભરેલું જ રહે છે.તેમા સારું અને ખરાબ બંને વિચારો નો સમાવેશ થાય.
કોઈ સારા વિચારો અપનાવે છે, તો કોઈ લાલચથી લલચાઈને ખરાબ વિચારો સાથે આગળ વધે છે.

એક નાની વાતાઁ
એક માણસે તેના મનના ખુણા મા લાલચ નામનું વૃક્ષ રોપી દીધું પછી તેમાં ફળ લાવવા માટે પાપ , પ્રપંચ નામ નું ખાતર નાંખી સતા , સંપતિ અને પ્રતિષ્ઠા ના ફળો ઉગાડ્યા.આ ફળો ને એકઠા કરી તે ટોપલી ભરવા લાગ્યો એ લાલચ થી કે આ બધા ફળો મારી આવનારી પેઢી ને કામ લાગશે.
પરંતુ ,
આ તો ફળો હતા,
સમય થતા બધા ફળો બગડી જવા લાગ્યા અંતે ફેંકી દેવા પંડયા .
આમ માનવી ફરી જયા હતો ત્યાં જ આવી ગયો.

બીજી તરફ બીજો માણસ
ઈમાનદારી, પરમાથઁ નું વૃક્ષ વાવ્યું તેમાં તેણે નિતી
ના વિચારો અને પરોપકારનું ખાતર નાંખ્યું
પરિણામ,
તે વૃક્ષ પર તેની નમ્રતા , અને પરોપકાર ના જ ફળો આવ્યા આ બધા ફળો તે ખુશી ખુશી બધા ને વહેંચવા લાગ્યો ત્યારે તેની ખુશી જોઈ બીજા માણસો પણ તે ફળ મેળવવા લલચાવા લાગ્યા .

આમ, લાલચ ને સારી અને ખરાબ બંને તરીકા થી કેળવી શકાય છે.

Gujarati Motivational by Jayshree : 111528278
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now