Dt. 31.7.20 શુક્રવાર
* આજ નો મંત્ર *
" નફરત કરનાર ને પણ
પ્રેમ કરશો તો દોસ્તીની
સુગંધ મહેકી ઉઠશે "
પ્રેમ ની પરિભાષા વિશ્વ ના કોઈપણ ખૂણે જાવ એકજ છે. તેને કોઈ સીમાડા કે બીજી ભાષા નડતા નથી.
જે વ્યક્તિ પ્રેમ કરતો રહે છે તે જીવન માં મોટી ફસલ વાવે છે. તેના સબંધ અને વિશ્વાસુ મિત્રો વધતાજ જાય છે.
આપણા ત્યાં પ્રેમ શબ્દ સાંભળી આંખો ના ભવા ઉંચા થઈ જાય છે. માત્ર શારીરિક આકર્ષણ નેજ પ્રેમ માનવા માં આવે છે. આપણે સૌ કૌટુંબિક સમાજ ના અભિન્ન અંગ છે. પ્રેમ એટલે માતા -પિતા -ભાઈ -બેન -દીકરા -દીકરી -વહુ રૂપી દીકરી -મિત્રો -સખા -સખી -જીવન સંગીની -પાડોસી-ભાગીદાર રૂપી સબંધો ની હૂંફ આપતો પ્રેમ છે.
ક્યારેક લાગણીઓ માં આપણા ઉપર ગુસ્સે થતી વ્યક્તિ ના દિલ માંથી ટપકતો આપણા માટે નો પ્રેમ છે.
આપણ ને જે કામ સોંપવા માં આવે તે નિષ્ઠા સાથે પૂર્ણ કરી એ તે આપણો કામ પ્રત્યે નો પ્રેમ છે.
ટોલ્સ ટોયે લખ્યુ છે "પ્રેમ ની જાળ કરોળીયાની જેમ ફેલાવો.. એ જાળ માં જે આવશે તે પ્રેમ ની રસાળતા માં ઝડપાઇ ને પ્રેમ માં તરબતર થઈ જશે "
જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ. શુભ પ્રભાત.
🙏🌹કલ્પેશ ત્રિવેદી