શબ્દો સદાય મને સજીવન લાગે.
ને એ જ મને મારું જીવન લાગે.
એક ઠારેને એક ઊકાળે દિલને,
તમતમતા જાણે કે અગન લાગે.
હિમશીતળ બનીને સુખદા થતા,
જાણે કે શબ્દો તણી લગન લાગે.
શબ્દે શબ્દે શ્રીહરિ હશે વસતો,
અર્થ તો દિલની કોઈ ધડકન લાગે.
પ્રવાહી સ્વરુપે આગમન થતુંને,
વસી જતા કે જાણે કે ઘન લાગે.
પરા કે વૈખરી મુખથી ઉચ્ચરતાં,
મને મારા કોઈ આપ્તજન લાગે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.