મુશ્કેલ સમયમાં આશાવાન બની ઝઝૂમવું એ
સૂચવવું અને એવી રીતે ઝઝૂમતા રહેવું એ
જરૂર પ્રશંસનીય છે પણ હકીકત એ પણ છે કે
કેટલીક મુશ્કેલીઓની તીવ્રતા જ માત્ર સમય અને પ્રભુ-પ્રાર્થના
ઓછી કરી શકે છે. ખૂબ નાની ઉંમરે અનાથ બની જવું,
પરિવાર ના આધાર સમ વ્યક્તિનું અકાળ મૃત્યુ,વહાલસોયા સંતાનને જીવલેણ બિમારીથી પીડાતું જોવું કે એવા સંતાનના
માવતર હોવું કે જેને એ જીવે ત્યાં સુધી સતત સંભાળની જરૂર હોય આ એવી મુશ્કેલીઓ છે.આવા સમયે આશ્વાસનની પોકળતા આશ્વાસન આપનારને પણ ખબર પડે છે.
વર્ષા શાહ
#મુશ્કેલ