#અર્ધ
કેવળ પુરુષ કે કેવળ સ્ત્રી અધુરા છે.
આપણો આદર્શ તો છે "અર્ધનારી નટેશ્વર".
પુરુષનું પુરુષાતન અને સ્ત્રીનું સ્ત્રીત્વ મળીને જ પૂર્ણ જીવન થાય છે. પુરુષના પૌરુષ, પરાક્રમ, પ્રતિકારક્ષમતા, આજીવિકા ઉપાર્જનની ક્ષમતાને સુયોગ્ય માર્ગે વાળવા સ્ત્રીના સૌંદર્ય, ધીરજ, ક્ષમા, પારકાંને પોતાના કરવાની આવડત અત્યંત જરૂરી છે. પુરુષના કામ ઉપર સ્ત્રી નિયંત્રણ મૂકે તો જ ઘરમાં પવિત્રતા અને માંગલ્ય રહે. તો જ ઘર એ સાચા અર્થમાં મંદિર બની શકે. મહાપુરુષોએ સત્ય જ કહ્યું છે કે "न गृहं गृह मित्याहु, गृहिणी गृह मुच्यते ।" પત્થર કે માટીનું ઘર એ ઘર નથી. ગૃહિણીને જ ઘર કહેવામાં આવે છે.
જેમ શિવ અને શક્તિ એક થઈ ને "અર્ધનારી નટેશ્વર" કહેવાણા.