મન, વાણી, વર્તન અને પ્રેમ,...!!
વીચારોથી માનવ....
યા તો તનથી નાજુક થાય,
યા તો મનથી સાજુ થાય.
શબ્દોથી માનવ......
યા તો દીલમાં ઊતરી જાય,
યા તો દીલથી ઊતરી જાય...!!
વજુદથી માનવ.....
યા તો મનમાં વસી જાય,
યા તો મનમાંથી ખસી જાય....!!
વ્યવહારથી માનવ....
યા તો માન બનાવી જાય,
યા તો માનથી રહી જાય.....!!
આરતી ભાડેશીયા
#સાજા -થાઓ