કર્ણ એક અનન્ય વ્યક્તિત્વ
શ્રી કૃષ્ણ કરતાં પણ મહાભારતમાં કોઈ શ્રેષ્ઠ પાત્ર હોય તો મારા મતે એ છે કર્ણ હા દરેક પાત્ર તેની પાત્રતા ને યોગ્ય અને અયોગ્ય હોય છે પણ બસ કર્ણનું જે વ્યક્તિત્વ છે મહાભારતમાં તેની તોલે કોઈ ન આવી શકે એવો મારો મત છે મને નથી ખબર કે બીજાના માટે એ કેવું વ્યક્તિત્વ
ધરાવતા હશે પણ મારા માટે તો તે એક અનન્ય વ્યક્તિત્વ ધરાવે છે તેનામાં રહેલા જે વ્યક્તિત્વના ગુણો છે તે આજના માનવીની સાથે તુલના કરીએ તો કદાચ મળવા મુશ્કેલ છે અરે સતયુગ દ્વાપર યુગમાં નહીં પણ કળિયુગમાં તો તેની કલ્પના પણ અશક્ય છે કારણ કે કર્ણ જેવું વ્યક્તિત્વ મળવું જ મુશ્કેલ છે અને તે પણ દરેક થી ભિન્ન અને અલગ..
હમેશા બીજા માટે વિચારવા વાળા વ્યક્તિઓ ખૂબ ઓછા હશે આપણા સમાજમાં મોટાભાગે સ્વાર્થી વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓ જ જોવા મળે છે આપણા સમાજમાં દરેક પોતાના સ્વાર્થ માટે બીજા ની પાછળ કેમ રાખવાનું અને પોતે કેમ આગળ વધવુ આવી આવી આગળ વધવાની હોડમાં ઘણાખરા ન કરવાના કાર્યો પણ કરી બેસે છે મને પ્રશ્ન અહીં એ થાય છે કે આવા સ્વાર્થી માણસો ને શું ક્યારેય પશ્ચાતાપ થતો હશે... Bindu 🌺
કર્ણ જેવું બનવું તો દૂરની વાત રહી આજના યુગમાં તો કરણ જેવું વિચારી પણ સકનાર વ્યક્તિઓ મળવા અશક્ય છે કારણ કે દરેક વ્યક્તિ અહીં સ્વાર્થ ના સંબંધ બંધાયેલો છે પોતાના સ્વાર્થ પૂરતા સંબંધ રાખી તમારો ઉપકાર ભૂલી જનાર અસંખ્ય મળી રહેશે...
કર્ણ જેવો મિત્ર મળવો એ દુર્યોધન માટે પણ એક આશીર્વાદ સમાન છે દુર્યોધન જેવા મિત્ર સાથે યુદ્ધમાં સાથ આપવા માટે તેને સહકાર આપવા માટે શ્રી કૃષ્ણએ આપેલા દરેક પ્રલોભનો પણ વ્યર્થ
ગણાવીને પોતાના મિત્ર ની પસંદગી કરવી... તમે વિચારી શકો છો કે કર્ણ એ કેવું વ્યક્તિત્વ ધરાવતા હશે... Bindu 🌺
જ્યારે આજનો માનવી તો પોતાના કાર્ય પૂરતો જ સ્વાર્થ રાખીને નાના એવા પ્રલોભન માટે તમને ત્યજી દેતા વિચાર તો પણ નથી જ્યારે કર્ણ સામે તો રાજપાટ સુખ સર્વ ઉપભોગની વસ્તુનો ત્યાગ કરીને પોતાના મિત્રની પસંદગી કરે છે એ પણ કર્ણ ખબર જ છે કે પોતાની હાર નિશ્ચિત છે કારણકે સામે લડનારા બીજા કોઈ નહીં પણ સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે છતાં પણ સર્વ નો ત્યાગ કરીને પોતાના મિત્રની પસંદગી કરે છે...
કર્ણ ના તો આવા અનેક પ્રસંગો છે કે જેના અંતર્ગત આપણે ઘણી ખરી ચર્ચા કે ગોષ્ઠિ કરી શકીએ છીએ પણ અહીં હું તો માત્ર કર્ણ ની મિત્રતા માટે જ વાત કરવા માંગું છું કે કર્ણ ના હાથમાં જ બાજી હતી તે ધારે તો સર્વ રાજપાટ પર પોતે અધિકારની ભાવના સ્વરૂપે શ્રી કૃષ્ણ એ આપેલ પ્રસ્તાવ સ્વીકારી શકત....
ખરેખર કર્ણ એટલે એક અદ્ભુત અને અનન્ય વ્યક્તિત્વ કે જેની તોલે કોઈ ન આવી શકે અને તેના જેવું કોઈ વિચારી પણ ન શકે અને હા, તેના જેવું વ્યક્તિત્વ મળવું પુરા વિશ્વ કે બ્રહ્માંડમાં અશક્ય જ છે
માણસો પૈસા દોલત અને સત્તા પાછળ આંધળી દોટ મૂકે છે પણ કર્ણ તો દરેક થી અલગ અને એક અનન્ય વ્યક્તિત્વ ધરાવે છે જે બધું જ જાણે છે , પોતે ઈચ્છે તે કરી શકવા સક્ષમ છે જે યુદ્ધના પરિણામોથી પરિચિત છે પણ કર્ણ એટલે કે ખરેખર એક અનન્ય વ્યક્તિત્વ...
🙏 જય શ્રી કૃષ્ણ 🙏