દુનિયા માં કોઈ પણ પરિસ્થિતિમાં માનવી દ્વારા કેવા વિચાર વિમર્શ કરાતા હોય છે તેનું એક ઉદાહણરૂપ નાનો દાખલો અહીં પ્રસ્તુત કરી રહી છું...
દીવા તળે અંધારું...જે દીવો પ્રકાશ આપે તેની નીચે અંધકાર ? આ વાત નો અર્થ જુદી જુદી રીતે નીકળી શકે કોઇ નકારાત્મક વ્યક્તિ એવું વિચારે કે આ પોતાની સમસ્યાઓને તો સમાધાન નથી આપી શકતા અને સંસાર ને ઉપદેશ આપવા બેસી ગયા .. પણ આ જ વાત સકારાત્મક દ્રષ્ટિકોણ થી જોવા જઈ એ તો કંઇક આવી રીતે જોવાય કે સ્વયમ સળગી ને બીજા ને પ્રકાશ એ જ આપી શકે છે જેનો આધાર શીતળતા હોય, આ સંસાર નું માર્ગદર્શન એ જ કરી શકે છે, દિશા પણ એ જ બતાવી શકે છે..જેની અંદર ધીરજ અને સંતોષ ની શીતળતા હોય....કૃપા ઠક્કર